Satya Tv News

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ શેખ ને સાવલી કોર્ટમાં પોલીસે રજૂ કરતા કોર્ટે આરોપી ના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગત તારીખ 3જી ડિસેમ્બરે મુંબઈના વિધર્મી યુવક તોહીદ શેખે સાવલીની સગીરાને વડોદરાના કમાટીબાગમાં લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં કરજણ ટોલનાકા પાસેથી આરોપી તોહિદ શેખને ઝડપી લીધો હતો. મંગળવારે તેને સાવલી કોર્ટમાં રજૂ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે 8 દિવસના રિમાન્ડ મેળવી ઊંડી તપાસ શરૂ કરી હતી. કમાટીબાગમાં 13 વર્ષિય સગીરા પર દુષ્કર્મ આચર્યાની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવના પગલે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડીને લોકઅપમાં પૂર્યો હતો.

આ બનાવમાં આરોપીને મંગળવારે સાવલી અધિક સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં સરકારી વકીલ સી.જી.પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને અધિક સેશન્સ જજ અમિતકુમાર કાનાનીએ 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ સૂત્રો દ્વારા જણાવ્યા મળ્યા મુજબ સગીરા સાવલી ખાતે મામાના ઘરે રહે છે અને દોઢથી બે વર્ષથી આરોપી તોહીદ શેખ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતી. અગાઉ પણ એકવાર યુવક સાવલી ખાતે આવી ચૂક્યો છે અને ત્યારબાદ ગત 3 ડિસેમ્બરે મુંબઈથી ટ્રેનમાં વડોદરા આવ્યા બાદ ઇકો કાર મારફતે સાવલી આવીને સગીરાને વડોદરા લઈ ગયો હતો. ત્યાંથી રિક્ષામાં કમાટીબાગ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી વડોદરા

error: