ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામ મા કેટલાક સમય થી દીપડા એ ભારે આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનો માં ઉઠવા પામી છે.આસપાસના ગામો માં દીપડા એ 15 જેટલા પશુઓ નું મારણ કર્યુ હોવાનું જાણી ગ્રામજનો માં ભારે ફફડાટ ફેલાયો છે.
ગારદા ગામ ના પશુપાલક નટવરભાઈ મણીલાલ વસાવા ગતરોજ પોતાનાં ખેતરે સવારના પાંચેક વાગ્યાનાંસુમારે પશુઓ નું દૂધ કાઢવા માટે ગયેલ તો જ્યાં પશુઓ ભાંધતો ત્યાં જંગલી પ્રાણી નો અવાજ આવતા ચોંકી ઉઠ્યો હતો. તેને બેટરી મારતા જોયું તો એક દીપડા એ તેના વાછરડા નુ મારણ કર્યું હતું. જેવી દીપડા પર બેટરી પડી દીપડો ફરાર થયો હતો. દીપડા ના આતંક થી ગારદા સહિત આસપાસ ના ગામો ના પશુપાલકો સહીત લોકો માં ભારે ફફડાટ ફેલાયો છે,આ દીપડા એ 15 જેટલા પશુ ઓનું મારણ કર્યુ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. ત્યારે વન વિભાગ આ દીપડા ને પાંજરે પુરે એવી ગામલોકો માંગ કરી રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા