Satya Tv News

દૂધધારા ડેરી ભરૂચનાં ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ ની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આજ તા-૧૦/૧૨/ર૦૨૧ નાં રોજ દૂધધારા ડેરી નાં નવયુવાન ડિરેકટર સાગર ઘનશ્યામભાઇ પટેલ અને નવનિયુકત ઇ.મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રભાઇ એમ. પટેલ તરફથી તમામ ડિપાર્ટમેન્ટ હેડ ની ટીમ સાથે મીલ્ક ટેન્કરમાં બેસીને દૂધ મંડળીઓની રૂબરૂ મુલાકાત માટે “દૂધધારા મંડળી યાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે .

આ આયોજન પાછળનો દૂધધારા ડેરીનાં ચેરમેન ઘનશ્યામભાઇ પટેલનો મુખ્ય હેતુ મંડળી તથા ઓપરેશનલ લેવલ પર ઉપસ્થિત થતા નાના મોટા પ્રશ્નોથી રૂબરૂ અવગત થઇને તેનો કાયમી ઉકેલ લાવવાનો તથા દૂધધારા ડેરીમાં દૂધ મોકલાવતી ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીઓને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાનો અને પ લાખ લીટર દૂધસંપાદન નો લક્ષ્યાંક ઝડપથી પૂર્ણ કરવાનો હતો.

વહેલી સવારે ૫-૦૦ વાગ્યાથી બે-બે વ્યકિતની ટીમમાં દૂધધારા ડેરી થી મીલ ટેન્કરોમાં બેસીને રવાના થયેલ હતા. દૂધધારા ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ પૈકી મોટાભાગની મંડળીઓને બલ્ક મિલ્ક ફુલીગ યુનીટ બીએમસીયુ થી સજજ કરવામાં આવેલ છે કે જેથી દૂધને ગ્રામ્ય કક્ષાએજ તાત્કાલીક થંડુ કરવામાં આવે અને દૂધની ગુણવતા જળવાય રહે. ત્યારબાદ ઇન્સ્યુલેટેડ મિલ્ક ટેન્કર મારફત ગામની મંડળીનું દૂધ દુધધારા ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ ભરૂચ ખાતે લાવવામાં આવે છે.

ટેન્કરમાં બેસીને રૂબરૂ સાથે દૂધ લેવા જવા ના પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ નાના-મોટા પ્રશ્નો અને સમસ્યાઓને રૂબરૂ સમજીને તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવાનો તથા પ લાખ લીટર દૂધસંપાદનનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવા દૂધઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ નવતર અભિગમને દૂધઉત્પાદકો અને દૂધમંડળીઓએ ખૂબ જ ઉત્સાહથી આવકાર્યો હતો તથા નાની-મોટી સમસ્યાઓનું સ્થળ પરજ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ટેન્કરમાં બેસીને સાથે ગયેલ ટીમમાં દૂધધારા ડેરી નાં નવયુવાન ડિરેકટર સાગર ઘનશ્યામભાઇ પટેલ, ઇ.મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રભાઇ એમ. પટેલ, દુધસંપાદન વિભાગમાંથી શ્રીકાંત પટેલ, ડો. કુલદીપ વ્યાસ, જતિનભાઇ વાળંદ, જગદિશ પટેલ, અશોકભાઇ, અનિલભાઇ, પાર્થ પંચાલ, ઇનપુટ વિભાગમાંથી ડો. એ.બી. પટેલ, વિશાલ દેસાઇ, યતીન દેસાઇ એન્જીનીયરીંગ વિભાગમાંથી જયદિપભાઇ ચૌધરી, પ્રોડકશન વિભાગમાંથી ઇલ્યાસભાઇ શેખ, ઇશાકભાઇ શેખ, ઇિવ્યાંગ પ્રજાપતિ, ધવલભાઇ પુરોહિત, મૌલિક ડાંગર, કે.પી. પટેલ વિગેરે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા.

error: