Satya Tv News

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સુચારુ વ્યવસ્થા તેમજ હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીમા પગલાં ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી યુથ વિંગ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર ખાલી પટેલ વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ પરિવારો સાથે જોડાયેલ હોય છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખૂબ જરૂરી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં 12 11 2021 ના રોજ લેવાયેલ હેડકલાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું, અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ સ્થળોએ બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું પેપર લીક થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થાય છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક પ્રકરણમાં દોષિતો તમે કડક કાર્યવાહી થાય તેમજ પરીક્ષામાં પારદર્શકતા અને ગોપનીયતા જળવાય તેવી માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી યુથ વિંગ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: