Satya Tv News

વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે

વાલિયા ખાતે રહેતા વિહાર કાંતુભાઈ વસાવાને સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થતા જ તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખ હોદ્દો આપવામાં આવ્યો હતો જે બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિહાર વસાવાએ અગમ્ય કારણોસર સોશ્યલ મિડિયામાં રાજીનામુ ધરી દીધું હતું જે બાદ તેઓ વારંવાર સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી વાઇરલ કરતા રહ્યા છે જેઓએ વાલિયા ભાજપમાં ટૂંક જ સમયમાં ભૂકંપ બે વ્યક્તિના લીધે 4 તાલુકા પંચાયત સભ્યો અને ભાજપના 8 સરપંચો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી 400 કાર્યકર્તાઓ ભાજપમાંથી છેડો ફાડશે તેવા મેસેજ સોશ્યલ મીડિયા ફોસબુકમાં પોતાના એકાઉન્ટ પરથી વાઇરલ કર્યો છે તેઓના આવા મેસેજને પગલે ગ્રામ પંચાયત સાથે તાલુકાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રાજકીય સ્ટંટ છે કે ભાજપના હોદ્દેદારોથી કાર્યકર્તાઓ નારાજ છે કે પોતાના રોટલા શેકી રહ્યા છે.તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: