ગામના પાટિયા પાસે નાળાની બાજુમાંથી નગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન
વાલિયા તાલુકાના એક ગામની પરિણીતાની ગામના પાટિયા પાસે આવેલા નાળાની બાજુમાંથી નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.
વાલિયા તાલુકાનાં એક ગામની 30 વર્ષીય પરિણીતા પતિથી અલગ રહે છે અને અંકલેશ્વર ખાતે ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જે રવિવારે સાંજે તે કામ પરથી ઘરે પરત ફરી ન હતી. તે દરમિયાન સોમવારે સવારે તેણીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા સ્થાનિકોએ આ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે મહિલા સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા