રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી ૨૦૨૨ થી તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ થી આપવાનું નક્કી થયેલ છે, જે અંતગર્ત ગઇકાલે નર્મદા જીલ્લા ખાતે જિલ્લા વિકાસ અઘિકારી પી.ડી.પલસાણાની અઘ્યક્ષતામાં જિલ્લાના અઘિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થયા મુજબ અત્રેના નર્મદા જીલ્લામાં ૧૫ થી ૧૮ વયજુથના કુલ-૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેકસીનેશન કરવામાં આવશે. જેઓને પ્રથમ ડોઝ કો-વેકસીન આપવામાં આવશે અને તે અંગે શિક્ષણ તથા અન્ય વિભાગો સાથે સંકલન કરીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે એ નોંધવુ જરૂરી છે કે, ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને માત્ર કોવિડ-૧૯ વેકસીન- કોવેકસિન જ આપવાની રહેશે જે વેકસીનની કોઇ આડ અસર જણાતી નથી. વર્ષ-૨૦૦૭ અને તેનાથી પહેલા જન્મેલા તમામ બાળકો કોવિડ ૧૯ વેકસીનેશન માટે પાત્રતા ધરાવે છે. HCW, FLWs અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને તા.૧૦ મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે, લાભાર્થીઓને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના ૩૯ અઠવાડીયા પૂર્ણ થયેથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓ કે જેઓએ અગાઉ બંને ડોઝ લીઘા હોઇ, તેઓને ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ આપવાનો રહેશે, જેના માટે કોઇ ડોકટરના સર્ટિફીકેટની જરૂરીયાત રહેતી નથી. પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીની પાત્રતા Cowin સોફ્ટવેર મુજબ આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ પરથી નક્કી કરવામાં આવશે. પ્રિકોશન ડોઝ માટે ડ્યુ લાભાર્થીને Cowin સિસ્ટમ આધારીત SMS ઘ્વારા જાણ કરવામાં આવશે, જેની નોંધ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજપીપલા દ્વારા જણાવાયું છે.
જર્નાસ્લીટ જ્યોતિ જગતાપ સત્યા ટીવી,રાજપીપલા