વુમન ક્રિકેટરો પણ પોતાની ઓળખ બનાવી આ ફિલ્ડમાં સારુ પ્રદર્શન કરે એ હેતુથી આયોજન થયુ
નેત્રંગના બલેશ્વર ગામનાં ચંદ્રકાંત વસાવાએ પોતાની દીકરી મુસ્કાનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને ક્રેઝ જોઈ ખેતરને ગ્રાઉન્ડમાં ફેરવી નાખ્યું હતું. આજે તાલુકાભરના ક્રિકેટ પ્રેમીઓ પ્રેક્ટિસ કરે છે. ચંદ્રકાંત વસાવાની આ મહેનત રંગ લાવી છે. આજે પુરુષ ક્રિકેટનો ક્રેઝ વધારે છે ત્યારે વુમન ક્રિકેટર પણ ઘર આંગણે પોતાની ઓળખ બનાવી આ ફિલ્ડમાં સારૂ પ્રદર્શન કરે એ હેતુથી સ્વ. મધુબેન ફતેસિંહ વસાવા ટ્રોફી ઇન્ટર સ્ટેટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2020 - 21નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 7 તેમજ મહારાષ્ટ્રની પણ બે ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ, સુરત-1 સુરત-2, વલસાડ, આણંદ, અમદાવાદ,નવસારી તેમજ નાસિક અને અમરાવતી (મહારાષ્ટ્ર) ની જેવી અંડર -19 ગર્લ્સ ટીમોએ ભાગ લીધો હતો. આજની ફાઈનલ મેચમાં B.D.C.A ના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલે હાજરી આપી હતી. જ્યાં જીતનાર પ્રથમ સુરતની ટીમને ટ્રોફી આપી અભિવાદન કરાયુ હતુ.
જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ