આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપારમાં આવેદન
રેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યું
પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર નો હુકમ રદ કરવાની માંગ
આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપાર કરેલ હોય તે રદ કરવા બાબતે પ્રાંત અધિકારીને અપાયું આવેદન આપવામાં આવ્યું હતું
ડેડીયાપાડાનાં વતની અને નર્મદા જિલ્લા પંચાયત સદસ્ય શકુંતલાબેન દ્વારા આવેદન આપયું છે, જેમાં જણાવ્યા અનુસાર BTTS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા ને રાજક્તિ કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપાર કરેલ હોય તે રદ કરવા બાબતે, ચૈતર દામજીભાઈ વસાવા ઉ.વ. ૩૩ વ્યવસાય ખેતી અને વેપાર રહે, બોગજ, તા. દેડિયાપાડા જિ. નર્મદા એ ભારતીય ટ્રાયબલ પાર્ટીના સ્થાપના થી જુન ૨૦૨૧ સુધી પ્રથમ નર્મદા જિલ્લા ના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ છે. હાલ તેઓ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે, તથા ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા – ૧૪૯ દેડીયાપાડા વિધાનસભા ના અધિકૃત અંગત સચિવ તરીકે જવાબદારી નિભાવી રહયા છે, તેમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી નર્મદા જિલ્લાનાં પંચાયત માં ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપેલ છે, હાલ તે ભારતીય ટ્રાયબલ પાટી (BTP) માંથી નર્મદા જિલ્લાનાં પંચાયત ના સદસ્ય છે.
ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા, પુર્વ,વનમંત્રી મોતીલાલ વસાવા, પુર્વ નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ તથા ભા.જ.પા ની ટીમ દ્વારા પત્ર તથા આવેદન પત્ર આપી ચૈતરભાઈ વસાવા નકશલવાદ, આંતકવાદ, કોમવાદ, દારૂ-જુગાર, ખંડણી -હપ્તા,ધાક -ધમકી અવૈધ જમીનો પર કબા જેવી પ્રવૃતિઓ કરી ભય અને દેહશત નું વાતાવરણ ઉભું કરે છે. જો તેમને તડીપાર, પાસા, ગુંડાધારા હેઠળ કાર્યવાહી કરવામાં ન આવે તો અમે અમરણાંત ધરણા પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે બાબતને વશ થઈ પ્રશાસન દ્વારા ચૈતર ભાઈ વસાવા ને એક વર્ષ માટે નર્મદા જિ૯લા માંથી તા ૦૬/૦૧/૨૦૨૨ ના રોજ હદપાર કરવામાં આવેલ છે.
વાસ્તવે ચૈતરભાઈ વસાવા મોભાદાર ખેડૂત પરિવાર માંથી આવે છે તેઓ શિક્ષણમાં પણ તેજસ્વી હતા, તથા વિધાર્થી નેતા તરીકે છાપ ધરાવતા હતા ધોરણ ૧૨ તેઓ ૮૦ વિધાર્થીઓમાં ૭૪.૫૦ % સાથે શાળા માં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા હતા વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સુરત દ્વારા સંચાલિત નુતન ગ્રામ વિદ્યાપીઠ માં TY B.R.S માં ૭૪% ડિસ્ટ્રિકશન સાથે બીજા ક્રમાંકે ઉતીર્ણ થયા હતા, ૨૦૧૨ ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ માં સારા ક્રમાંકે પાસ કરી ઉમરપાડા તાલુકામાં ખેતીવાડી અધિકારી તરીકે સરકારી નોકરીમાં ૨૦૧૬ સુધી ફરજ બજાવીને ત્યારબાદ સ્વૈચ્છિક રાજીનામું આપી સમાજ ના કામ માટે જાહેર જીવનમાં આવેલ છે, તેમની આગેવાનીમાં કેવડીયા બચાવો -આદિવાસી બચાવો, ઇકો સેન્સીટીવ ઝોન હટાવો, કિશાન આંદોલન દિલ્લી માં ગુજરાત પ્રતિનિધિત્વ કરેલ, ખોટા જાતિના પ્રમાણ પત્રો રદ કરેલ, પ્રા.શા મર્જ રદ કરો આંદોલન, આશાવર્કર બહેનોને થતા અન્યાય, વન વિભાગના રૉજમદારોને કાયમી કરવા, ૭૩એએ ની જમીનો પર ગેરઆદિવાસીઓના દબાણ બાબતે, મોંઘવારી બાબતે, રોજગારી બાબતે, સિંચાઈ બાબતે, આદિવાસી ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ પર થતા અત્યાચારો બાબતે અનેક પરિણામલક્ષી આંદોલનો કરવામાં આવેલ છે. પ્રથમ લોકડાઉન માં ચાલતા જતાં હજારો મજુરોને પોતાના વતનમાં પોંહચાડ્યા હતા તે સમય દરમ્યાન પછાત અને ગરીબ પરિવારના ચૂલા ચલવવા, હજારો અનાજ ની કિટો તૈયાર કરી ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી હતી, જેવા અનેક યોજનાકીય કામો ગામે-ગામ લોકો સુધી પોહચડવા ચૈતરભાઈ એ ઘણી જન જાગૃતિ મિટિંગો કરી છે, જેને કારણે અહીંના લોકોમાં ચાહના મેળવી છે, જેથી જૂના પીઢ નેતા ઓના પેટમાં તેલ રેડાયેલ છે જેને લઈ ચૈતરભાઈ વસાવા ને તડીપાર કરાવવામાં આવ્યા છે. આમ ચૈતરભાઈ વસાવા પોતાની “યાહામોંગી સેન્ટર” દવા બિયારણ ની દુકાન ચલાવેછે , ચૈતરભાઈ,ડી વસાવા” નામનું પોતાનું ગવર્મેન્ટ એપ્રુવલ કોન્ટ્રાક્ટર નું રજિસ્ટ્રેશન એજન્સી હોય જેમાં અનેક લોકો ને રોજગારી આપતા હોય ચૈતરભાઈ વસાવા લોકોમાં સામાજિક, રાજકીય, ધાર્મિક, બંધારણ,તથા યોજનાકીય જન જાગૃતિ નું કામ કરતાં હોય જેના ધ્યાનમાં રાખી. અહીંયા ના નેતાઓમાં સત્તા ગુમાવવાના ભય થી રાજકીય કિન્નાખોરી રાખી તડીપાર કરવામાં આવેલ છે, જેથી તડીપારનો હુકમ રદ કરવામાં આવે એવી અમારી સૌની લાગણી સાથે માંગણી છે.
આ રેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યું હતું, જેમાં મહિલાઓ યુવાનો શિક્ષિત લોકો સહિત ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકરો મહેશ.જી.વસાવા બહાદુરભાઇ વસાવા, કિરણભાઈ વસાવા સહિતનાનાં અનેક કાર્યકરોએ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર નો હુકમ રદ કરવાની માંગ કરી હતી.
જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી , દેડીયાપાડા