*એક જ પેનલના બે ઉમેદવારો આમને સામને…
. *પ્રકાશ મેકવાનને નંદેલાવ નવનિર્માણ પેનલના સભ્યનો સાથ મળ્યો…
ભરૂચની નદેલાવ ગ્રામપચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં પત્રકાર પ્રકાશ મેકવાન વિજય થયો હતો.. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ પેનલો વચ્ચે રસાકસી જામી હતી.જેના પરિણામ બાદ કમુરતા ઉતરતા જ ઉપસરપંચની ચૂંટણી ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી.જેમાં કેસરી પેનલના જ પ્રકાશ મેકવાન સામે તેમની જ પેનલના સંજય સોલંકી સરપંચ લક્ષ્મીબેનની ભગવા પેનલના સહકારથી ઉપસરપંચ પદની રેસમાં ઉતર્યા હતા. 16 સભ્યો ધરાવતી નંદેલાવ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં નંદેલાવ નવનિર્માણ પેનલ ના એક માત્ર વિજેતા સભ્યનો સાથ પણ પ્રકાશ મેકવાનને મળતા નવ મત મળ્યા હતા જ્યારે સજય સોલંકીને આઠ મત મળતા પ્રકાશ મેકવાન વિજેતા થતા સમર્થકોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. ઉપસરપંચ તરીકે પત્રકાર પ્રકાશ મેકવાને વિજેતા થતા સૌ નો આભાર વ્યક્ત કરવા સાથે ગામના વિકાસ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી નંદેલાવના સરપચ તરીકે લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ અને ડેપ્યુટી સરપંચ તરીકે પ્રકાશ મેકવાન આરૂઢ થતા નંદેલાવ ગ્રામ પંચાયતના નવા અધ્યાય નો પ્રારંભ થયો છે ત્યારે ગામના વિકાસ માટે ચૂંટણી સમયના આક્ષેપ પ્રતિ આક્ષેપ ભૂલી સૌ કાર્ય કરે તે આવશ્યક છે.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ