Satya Tv News

સુરતના વેપારીઓ અનોખી રીતે ભાજપને જીતાડવા અભિયાન શરૂ
ઉત્તર પ્રદેશમાં ભાજપના સમર્થનમાં સાડી મોકલશે
યોગી અને મોદીના પ્રિન્ટ સાથે અયોધ્યા થીમ પર સાડી મોકલશે
1000 સાડી પૂર્વાચલ અને પશ્ચિમ યુપીમાં નિઃશુલ્ક મહિલાઓને આપશે

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ફરીથી બીજી વખત યુપીમાં જીતાવવા માટે સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડી બનાવી ભાજપનો પ્રચાર કરશે

જો રામ કો લાએ હે હમ ઉનકો લાયેંગે ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગેના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે અને સાડીના પલ્લુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના ફોટો સાથે કમલનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે.ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે જેવી રીતે 70 વર્ષમાં પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય મંદિરનો નિર્માણ થઈ રહ્યો છે તેનો સંપૂર્ણ શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે એટલા માટે આ વખતે ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તે માટે સુરતમાંથી થ્રિ ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે અને યુપી મોકલવામાં આવશે પ્રથમ 1000 સાડી અન્ય સમાજની મહિલાઓને મફતમાં આપવામાં આવશે અને ત્યારબાદ ઓર્ડર પ્રમાણે સુરતથી સાડી મોકલવામાં આવશે

જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: