ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ઓટોરીક્ષા પલ્ટી
કૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી,
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
સ્વીફ્ટ કારના માલિકની ગાડીને નુકસાન
નુકસાન થયાની રિષ રાખી ઓટોરિક્ષાચાલકને મારો માર્યો
ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર રોંગ સાઈડ ઉભેલ સ્વીફ્ટ કાર પાછળથી અચાનક શ્વાન રોડ પર દોડતાં ધસી આવ્યા હતા. જોકે અચાનક રોડ પર ધસી આવેલ શ્વાનની અડફેટે ઓટોરીક્ષા આવી જતા ઓટોરીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ઓટોરીક્ષા પલ્ટી મારી ગઈ હતી
ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના દરવાજા પાસે રવિવારના સવારે ૯.૦૦ વાગ્યાની આસપાસ રોંગ સાઈડ પર સ્વિફ્ટ મોટરગાડી નં. જીજે-૧૬-સીએચ-૧૫૧૧ ઉભેલ હતી. તે સમયે ઓટોરીક્ષા નં. જીજે-૧૬-વાય-૩૧૭૯ ચાલક બાવન વર્ષિય મુકેશ છગનભાઈ મિસ્ત્રી રહે. પારસીવાડ, વેજલપુર પેસેન્જર સાથે પોતાની ઓટોરીક્ષા લઈ વેજલપુર તરફ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર રોંગ સાઈડ ઉભેલ સ્વીફ્ટ કાર પાછળથી અચાનક શ્વાન રોડ પર દોડતાં ધસી આવ્યા હતા. જોકે અચાનક રોડ પર ધસી આવેલ શ્વાનની અડફેટે ઓટોરીક્ષા આવી જતા ઓટોરીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ઓટોરીક્ષા પલ્ટી મારી ગઈ હતી. પરિણામે પલ્ટી મારેલ ઓટોરીક્ષા ધસડાઈને રોંગ સાઈડમાં ઉભેલ સ્વીફ્ટ કાર સાથે ભટકાઈ હતી. સ્થાનિકોએ દોડી આવી ઓટોરીક્ષા ચાલક અને પેસેન્જરને ઓટોરીક્ષામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.
જોકે સ્વીફ્ટ કારના માલિકની ગાડીને નુકસાન થયાની રિષ રાખી ઓટોરિક્ષાચાલક ને મારમાર્યો હતો.સ્વીફ્ટ કાર ના માલિક ધર્મેન્દ્ર પરમારનો પિત્તો જતાં ઘાયલ ઓટોરીક્ષા ચાલકને સારવાર માટે દવાખાને પહોંચાડવાની જગ્યાએ પોતાની ગાડીને નુકશાન થયાની રિષ રાખી ઓટોરીક્ષા ચાલક મુકેશ મિસ્ત્રીને માર માર્યો હતો. ઓટોરીક્ષા ચાલકે જણાવ્યું હતું. મારો શુ વાંક તેમ કહી માફી માંગતો ઓટોરીક્ષા ચાલક અને પોતે પોલીસ હોવાના પાવરમાં મદમસ્ત બનેલ પોલીસકર્મી માર મારતો રહ્યો.ઓટોરિક્ષાચાલકે ન્યાય ની માંગ કરી હતી.ઓટોરીક્ષા ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પલ્ટી મારેલ ઓટોરીક્ષામાં ઘાયલ પેસેન્જરને ઇજાઓ થતાં ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ