Satya Tv News

દેડીયાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરીત સરપંચ શ્રીમતી વર્ષાબેન દીવાલભાઈ ના અધ્યક્ષ સ્થાને પદ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે ઉપ સરપંચ ની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા નાં સભ્ય રોહીત જેતલભાઈ ને બીન હરીફ ઉપસરપંચ બનાવવામાં આવ્યા.

આ સરપંચના પદગ્રહણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા હાજર રહી આશીવૉદ અને શુભેચ્છાઓ આપી હતી, સાથે ભારતીય જનતા પાર્ટીનાં સ્થાનિક આગેવાનનો શંકરભાઈ વસાવા તેમજ જાનકી આશ્રમ ના સંચાલક સોનજીભાઈ વસાવા, ડેડીયાપાડા જીલ્લા પંચાયત ના સભ્ય હીતેશભાઈ વસાવા, ગુજરાત યુવા મોર્ચાનાં સભ્ય અને દાહોદ તેમજ ભરૂચ જીલ્લા ના પ્રભારી યતીનભાઈ નાયક, ગામના સભ્યશ્રીઓ, વેપારી મિત્રો, તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી : નર્મદા

error: