Satya Tv News

ડે. સરપંચ પદે નશીમબેન માસ્તર ની સર્વાનુમતે વરણી

કોલવણા ગામ ને આદર્શ ગામ બનાવીશું; પત્રકાર ઝફર ગડીમલ,સરપંચ-કોલવણા

આમોદ ના કોલવણા ગામના સરપંચનો પદભાર પત્રકાર ઝફર ગડીમલે સંભાળતા ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.ડે. સરપંચ પદે સર્વાનુમતે નશીમબેન માસ્તરની વરણી કરવામાં આવી હતી.


આમોદ તાલુકા નું કોલવણા ગામ સમરસ બનવા પામ્યુ હતુ.એ સાથે જ ગ્રામજનો એ તેમની એકતા ના દર્શન કરાવ્યા હતા.ગામ ને નવી દિશા માં લઇ જવા સરપંચનું સુકાન યુવા પત્રકાર ઝફર ગડીમલ ને સોંપ્યુ હતુ.ગ્રામ પંચાયતનો વિધિવત સરપંચનો પદભાર સંભાળ્યો હતો.નાયબ મામલતદાર (ચૂંટણી)ભાવિકકુમાર પટેલ ની અધ્યક્ષતામાં ડે. સરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. ડે. સરપંચ ની ચૂંટણીમાં પણ તમામ સભ્યોએ સમરસતા દર્શાવી નશીમબેન ઇસ્માઇલ માસ્તર ને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા.આ પ્રસંગે અગ્રણીઓ અને યુવાનોએ સરપંચ અને ડે. સરપંચ ને શુભેચ્છાઓ પાઠવી હતી.અને નવી પંચાયત બોડી આગામી પાંચ વર્ષમાં કોલવણા ગામને નવી ક્ષિતિજ પર લઈ જાવ એવી આશા સેવી હતી.આ પ્રસંગે કર્ણાટક સ્થિત ગુલબર્ગા થી સૈયદ મઝહરૂદ્દીન કાદરી ઉર્ફે મોહસીન બાવા ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત સરપંચ અને તમામ સભ્યો ને મુબારકબાદી પાઠવી ગામને વિકાસ ના માર્ગે લઈ જાય એ માટે ખાસ દુવાઓ ગુજારી હતી.


યુવા સરપંચ ઝફર ગડીમલે ગામ અગ્રણીઓ અને નાગરિકો એ મુકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સૌએ મુકેલા વિશ્વાસ ને પરિણામ લક્ષી કામ કરી સાર્થક કરી બતાવવા જણાવ્યુ હતુ.તેમજ કોલવણા ગામ ને એક આદર્શ ગામ બનાવવા બનતા તમામ પ્રયત્નો કરીશનું કહ્યુ હતુ.આ સાથે ગ્રામજનો ને વિકાસ કાર્યોમાં સહભાગી બનવા અને સહકાર આપવા અપીલ કરી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: