Satya Tv News

જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજન કોન્સ્ટ્રેટરની આપશે સેવા
રોટરી કલબ ભરૂચના પ્રમુખ નાયબ દંડક અને ધારાસભ્ય સહીતના સભ્યો રહ્યા હાજર

ભરૂચ રોટરી ક્લબ દ્વારા કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી પુનઃ ફ્રી મેડિકલ સેવા શરૂ કરવામાં આવી છે.સાથે ઘરે રહી કોવિડ સારવાર મેળવતા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજન કોન્સ્ટ્રેટરની સેવા શરૂ કરવામાં આવી છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે,જેને લઈને વહીવટીતંત્ર સજાગ થઈ ગયું છે.સાથે સેવાભાવી સામાજિક સંસ્થાઓ ગરીબ અને જરૂરિયાતમંદો માટે પોતાની સેવાઓ પુનઃ કાર્યરત કરી રહી છે.ભરૂચ રોટરી ક્લબ દ્વારા કોવિડની બીજી લહેરમાં વિનામૂલ્યે મેડિકલ સ્ટોર ખોલી જરૂરિયાતમંદોને કોવિડની ફ્રી દવાઓની સેવા પુરી પાડી હતી.હવે જ્યારે પુનઃ કોરોનાએ માથું ઊંચક્યું છે.ત્યારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ભરૂચ દ્વારા સ્ટેશનરોડ પાસે આવેલ રોટરી હોલ ખાતે પુનઃ ફ્રી મેડિકલ સેવાઓ તેમજ વિનામૂલ્ય ઓક્સિજન કન્સ્ટ્રેટરની સેવાનો પ્રારંભ નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રોટરી કલબ ભરૂચના પ્રમુખ ડો,વિક્રમ પ્રેમકુમાર,રોટરીયન અનિષ પરીખ,મનીષ પોદ્દાર,સહિતના રોટેરિયનો હાજર રહ્યા હતા

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: