નર્મદામા ઝોલા છાપ બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો
તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે પોલીસની લાલ આંખ
નર્મદાજિલ્લામા ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે.ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે પોલીસે લાલ આંખકરી તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિમકર સિંહ, પોલીસ અધિક્ષક,નર્મદાના માર્ગદર્શન મુજબ જીલ્લામાંકોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપીપાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાનાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાનીસુચના અનુસંધાને બી.જી.વસાવા, પો.સ.ઇ.એલ.સી.બી.ના સ્ટાફ ના માણસોને બાતમી મળેલ કે સાવલી ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જે બાતમી આધારે
પી.એચ.સી વોરીયા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેનીલ મયુરભાઇ ઉપાધ્યાયને સાથેરાખી તિલકવાડાના સાવલી ગામ ખાતે એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અનેલાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાનું જણાયેલ. જે મકાન ઉપર રેડ
કરતા સુભાષચંદ્ર સનાતન મલ્લીક દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ. આ ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ. રૂ.૫૨ હજાર ઉપરાંત ના મુદ્દામાલસાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા૩૫ મુજબ તિલકવાડા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીછે.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા