વાલિયા હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર
હત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ
આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી
વાલિયા મામલતદાર કચેરી ખાતે કરણી સેના,હિન્દુ સમાજ દ્વારા ધંધુકાના માલધારી સમાજના યુવાનની હત્યા કરનાર વિધર્મીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટ હેઠળ કેસ ચલાવી ફાંસીની સજા કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું
વાલિયાની સીલુંડી ચોકડી નજીક આવેલ બાપાસીતારામ મંદિર ખાતે તાલુકાનાં તમામ હિન્દુ સંગઠનો અને માલધારી સમાજના લોકો એકત્રિત થતાં હતા અને અમદાવાદના ધંધુકા શહેરમાં ગોળીમારી હત્યા કરવામાં આવેલ કિશન બોળિયાની તસવીરને પુષ્પાંજલિ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરી હતી અને રેલી સ્વરૂપે વાલિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી કરણી સેનાના તાલુકા અધ્યક્ષ સિધ્ધરાજસિંહ કોસાળા,ધવલસિંહ ખેર અને હિન્દુ સમાજના યુવા આગેવાન પુષ્પરાજસિંહ સહિતના આગેવાનોએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંધોબીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-૨૫મી જાન્યુઆરીના રોજ કિશન બોળિયાને વિધર્મી ઈસમોએ જાહેરમાં ગોળીમારી કરપીણ હત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને પકડાયેલ ઈસમોની પુરતી તપાસ કરવામાં આવે તો ઘણા બધા માણસો સામેલ હોવાની શક્યતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ષડ્યંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરી ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી ફાંસીના માંચડે ચઢાવી દાખલો બેસાડવાની માંગણી કરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા