Satya Tv News

લિંબાયત વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે યુવકને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડયો
આ સંદર્ભે વધુ એક યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થી ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો પોલીસે યુવકની ધરપકડ કરી વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ પોલીસ આ યુવકની પૂછપરછ લવ જેહાદ શક્યતા પણ તપાસી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે

સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં એક ટપોરી વિધર્મ યુવકને બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી બનાવટના પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયો હતો પોલીસની પુછપરછ દરમ્યાન જ તેનું નામ યાસીન શેખ કુરેશી હોવાનું જણાવ્યું હતું યાસીન કુરેશી સુરત શહેરમાં ચીકન નો ધંધો કરતો હોવાનું પણ જણાયું હતું પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ કબજે લીધા હતા તેમજ તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યાસીન કુરેશી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નથી તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં તે કોઈ હિન્દુ યુવતી સાથે રહેતો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસની પુછપરછ દરમિયાન યાસીન શેખ મધ્યપ્રદેશમાં સેગવા નજીક તેના મિત્રો સોહિલ હિન્દુ યુવતીને ભગાડી જવામાં પણ મદદ કરી હતી અને તેના વિરુદ્ધ મધ્યપ્રદેશ પણ ગુનો નોંધાયો હતો . શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યાસીન શેખ કુરેશી ને ઉલટ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યાસીન કુરેશી અલગ અલગ એંગલથી તપાસવા ના દોર શરૂ કર્યા છે જેમાં લવ જેહાદ મુદ્દા પર પણ તપાસ શરૂ કરી છે પરંતુ આ બાબત છે હાલમાં કોઈ અધિકારી મગનું નામ મરી પાડતા નથી . ક્રાઇમ બ્રાન્ચની ટીમ યાસીન કુરેશીને દેશી બનાવટની પિસ્તોલ કોને આપી છે ,તેની પાસે રાખવાનો હેતુ શું છે, તેના આ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પોલીસે આ સંદર્ભે વધુ એક યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: