Satya Tv News

ટ્રકમાં ₹ 2.45 કરોડનું લાલ ચંદન છુપાવીને ટ્રાન્સપોર્ટ કરવાનો બનાવ્યો હતો પ્લાન

‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત થઈને આ શખ્સે 2.45 કરોડના લાલ ચંદનની ચોરી કરી

સોશ્યલ મીડિયા પર આપને દર બીજા કે ત્રીજા રિલ્સમાં પુષ્પા મૂવીની એક રીલ જોવા મળશે. એક શખ્સ આ મૂવીથી એટલો ઈન્સ્પાયર થઈ ગયો કે લાલ ચંદનની દાણચોરી કરવા લાગ્યો. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે તેમ છતાં સમગ્ર સોશ્યલ મીડિયા પર આ યુવકની કહાની જ શેર કરવામાં આવી રહી છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરના આધારે શખ્સનુ નામ યાસીન ઈનાયતુલ્લા છે. તેણે પુષ્પા જોઈ અને ઈન્સ્પાયર થઈ ગયો. ઈન્સ્પાયર થઈને તેણે 2.45 કરોડનુ લાલ ચંદન ચોરી કર્યુ અને તેને ટ્રકમાં ભરીને વેચવા ચાલ્યો. લાકડાને ફળ અને શાકભાજીઓથી ઢાંકી દીધા પરંતુ મહારાષ્ટ્ર પોલીસે સાંગલી નજીક યાસીન ઈનાયતુલ્લાને ઘેરી લીધો.

error: