Satya Tv News

વારંવાર પલંગમાં પછાળતા બાળક ને બ્રેઇન હેમરેજ
બાળકોને છોડીને જતાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને 5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું હતું ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનીટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા.

રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વીન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણીએ 5 મિનીટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન અમળાવી હવામાં ફંગાળી માર માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું. આથી કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું હતું ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનીટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મીતેશ પટેલે મોડીરાતે ફરિયાદ આપી છે. જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર રહેથાણ શ્રધ્ધા દીપ સોસાયતી સીંગણપોર ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસના બે બાળકો ટ્વીન્સ છે અને બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કુલમાં નોકરી કરે છે.

YouTube player

કોમલને સંતાનો નથી ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન અમળાવી તેમજ હવામાં ઉછાડી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતા હતા ત્યાર પછી બાળકો ખૂબ રડતા હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી. આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. જેના કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યાં ટીવી સુરત

error: