Satya Tv News

સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા અને પતંજલિ યોગપીઠ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંયુક્ત ઉપક્રમે યજ્ઞ ચિકિત્સા અને પ્રશિક્ષણ શિબિર નું આયોજન ડેડીયાપાડા ની સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્વામી યરીદેવજી (પતંજલિ યોગપીઠ હરિદ્વાર) હાજર રહ્યા હતા . તેમજ અન્ય મહેમાનો લક્ષ્મણભાઈ ગુરવાણી પતંજલિ ના ગુજરાત રાજ્ય પ્રભારી, નેહા બેન વ્યાસ પતંજલિ ગુજરાત રાજ્ય મહિલા પ્રભારી , તનુજા બેન આર્ય પતંજલિ ગુજરાત રાજ્ય મહિલા પ્રભારી, ધવલભાઈ પટેલ નર્મદા પતંજલિના ભારત સ્વાભિમાનના અધ્યક્ષ તેમજ પરેશભાઈ પટેલ નર્મદા પતંજલી યોગ સમિતિ ના અધ્યક્ષ સોંપીભાઈ જાનકી આશ્રમ વગેરે મહેમાનો એ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય મહેમાન નું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સ્વામીજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા અને ત્યારબાદ હવન કરવામાં આવ્યું હવન કરવાનો મુખ્ય હેતુ પર્યાવરણ શુદ્ધિકરણ તેમજ રોગ નિવારણ હતો ત્યાર બાદ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ યોગ શિક્ષકોને સ્વામીજી દ્વારા રુદ્રાક્ષની માળા આપવામાં આવી ત્યારબાદ યજ્ઞ કુંડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ડેડીયાપાડા તાલુકાના યોગ કોચ વસંતભાઈ દ્વારા પુર્ણાહુતી કરવામાં આવી, જેમાં વસંતભાઈ એ સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા તેમજ પ્રિન્સિપલ મેડમ નો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ની સમાપ્તિ સુધી પ્રાધ્યાપિકા વસાવા જયશ્રીબેન તેમજ પ્રાધ્યાપક વસાવા ગણેશભાઈ હાજર રહી કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા

error: