Satya Tv News

જુના ઝઘડાની અદાવતમાં રાંદેરના યુવાની ચપ્પુના ઘા મારી મોડી રાત્રે હત્યા
10 મિનિટમાં આવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાની હત્યા
પિતાના અવસાન બાદ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાની હત્યા
રવિ નામના યુવાની હત્યા થતા પરિવાર શોકમાં ગરકાઉ

સુરતમાં સતત ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યા ના બનાવ ની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો રાંદેર વિસ્તારના પાલનપુર પાટિયા નજીક સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા રવિ નામના યુવકની છો મહિના પહેલા થયેલા ઝઘડાની અંગત અદાવતમાં તેના મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી મોડી રાત્રે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી જોકે યુવક ઘરે થી દસ મિનિટનું કરીને નિકળ્યા બાદ વીસ મિનિટ બાદ તેના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

સુરત બોલી ગુનાખોરી ડામવા ની મોટી મોટી વાર્તાઓ જે પ્રકારે કરી રહી છે તેની સામે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે સુરતમાં હત્યા હત્યાનો પ્રયાસ ચોરી લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં એક હત્યાની ઘટના બનતી હોય છે હજુ તો ગત રોજ ના દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો રવિ નામના યુવકના પિતાની મૃત્યુ બાદ પરિવારની જવાબદારી ઉપાડી હતી જોકે આ યુવક ગતરોજ રાત્રે પોતાના કામ પરથી આવ્યા બાદ પોતાની વિધવા માતા પાસેથી ૫૦ રૂપિયા લઈને 10 મિનિટમાં આવું છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો જોકે ત્રણ મહિના પહેલા અક્ષય નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો ત્યારે અક્ષય લોખંડના સળીયા વડે રવિ ને ઢોર માર માર્યો હતો આ ઝઘડાની અદાવત રાખીને રોજ રાત્રે અક્ષય દ્વારા રવિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઇને રવિનુ કરુણ મોત નીપજયું હતું દસ મિનિટ નું કહીને ઘરેથી નીકળેલા રવિનો 30 મિનિટ બાદ મોત ના સમાચાર તેના ઘરે પોતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું કારણ કે મોટો દીકરો અને પરિવારની જવાબદારી નિભાવતા રવિ ની હત્યા થવાના પગલે પરિવારની રહ્યું હતું જોકે અત્યાર ની જાણકારી મળતા જ સુરત રાંદેર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રવિ હત્યા કરનાર અક્ષય ની અટકાયત કરી દીધી હતી અને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: