શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે.
દેશમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા ઓછો થઈ ગયો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,597 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને 1,188 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
કોરોના મહામારીની શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 09,94,891 લોકો પણ કોરોના વાઈરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં સોમવારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,909 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાને કારણે કુલ 21 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે.
જ્યારે 21 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 928 નવા કેસ અને 6 લોકોના મોત થયા તો વડોદરામાં 461 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીના મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 90 નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં 185 નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા અને 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.