કન્વર્જસ કેમિકલ કંપનીમાં બનેલી ઘટના
કંપનીના જ સ્ટોર એક્ઝ્યુકેટીવની સંડોવણી
વાગરા પોલીસે તાજેતરમાં બે શખ્સોને 4.50 લાખની કિંમતના પીડીસી કેટલીસ્ટ પાઉડર સાથે ઝડપી પાડ્યાં હતાં.તપાસમાં તેમણે વાવ ગામે આવેલી કન્વર્જસ કેમિકલ કંપનીમાંથી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાનમાં કંપનીમાંથી કિંમતી પાઉડર ચોરી કરવાના મામલામાં કંપનીના યુનિટ હેડે દહેજ પોલીસ મથકે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ભરૂચની સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલી એકાદશી બંગ્લોઝમાં રહેતાં સાકેત હરીશંકર ગુહા વાગરાના વાવ ગામે આવેલી કન્વર્જસ કેમિકલ કંપનીમાં યુનિટ હેડ તરીકે નોકરી કરે છે. તેમણે દહેેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, દહેજ પોલીસ દ્વારા તેમને જાણ કરાઇ હતી કે, વાગરા પોલીસે તેમની કંપનીમાંથી પાઉડરની ચોરી કરનાર બેે શખ્સોને ઝડપી પાડ્યાં છે. દરમિયાનમાં પોલીસે બન્ને શખ્સોને ત્યાં હાજર કરતાં તે પૈકીના એકનું નામ દિપક દલપત રાઠોડ રહે. વાવ, તા. વાગરા જ્યારે બીજાનું નામ હસમુખ ધનજી પ્રજાપતિ (રહે. સાચણ, તા. વાગરા હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી તેમણે તપાસ કરતાં તેમની કંપનીમાંથી BAC-CC પાઉડર ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત ઝડપાયેલાં બે પૈકીનો દિપક દલપત રાઠોડ કંપનીમાં સ્ટોર એક્ઝ્યૂકેટીવ તરીકે નોકરી કરતો હતો અને તેણે જ પાઉડર ચોરી કર્યો હોવાનું જણાયું હતું. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વાગરા.