Satya Tv News

વડોદરા,નર્મદા,ભરૂચ,આણંદ,છોટાઉદેપુર,અમદાવાદ જેવા શહેરમાં કરી છે ATMની છેતરપિંડી
2 આરોપી મૂળ હરિયાણાના રહેવાશી તો 1 આરોપી મૂળ રહેવાશી રાજસ્થાન

કરજણ પોલીસે ગણતરીના દિવસોમાં એટીએમ કાર્ડ છેતરપિંડી અને નજર ચૂકવી એટીએમ કાર્ડ પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ વડે નાણાં ઉપાડી ગુના આચરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે

વડોદરા ગ્રામ્ય જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશન , વાઘોડીયા પોલીસ સ્ટેશન તેમજ વડોદરા શહેરના નર્મદા , ભરૂચ , આણંદ , છોટાઉદેપુર , અમદાવાદ શહેર તથા પંચમહાલ વગેરે જીલ્લામા ગ્રાહકોના ATM કાર્ડ છેતરપીડી અને નજર ચુકવી ATM કાર્ડ વડે નાણાં ઉપડતા હતા.

તેમ કહી તે પોતે ગ્રાહકનુ ATM કાર્ડ મશીનમાંથી કાઢી લઇ ગ્રાહકની નજર ચુકવી ગ્રાહકનુ ATM કાર્ડ પોતાની પાસે રાખી લઇ પોતાની પાસેનુ કોઇ અન્ય ગ્રાહકનુ છેતરપીંડી કે ચોરી કરી ને મેળવેલ ગ્રાહકની બેંક જેવુ બીજુ ATM કાર્ડ ગ્રાહક ને આપી દઇ ત્યારબાદ ATM મશીનથી બહાર આવી ગ્રાહક પાસે થી છેતરપીડી મેળવેલ અસલ ATM કાર્ડ તથા પાસવર્ડ અન્ય સાથીદારોને આપી દઇ એક બીજાની મદદગારી કરી અન્ય ATM મશીન મા જઇ ATM કાર્ડ તથા પાસવર્ડ વડે ગ્રાહકના રૂપીયા લઇ છેતરપીંડી કરી રૂપીયા પાડાવી લેતા હોય છે જે હકીકત આધારે સદર ઇસમોની વોચ કરી તેને ઝડપી પાડવામા માટે પોલીસ સ્ટાફ ના માણસોએ જુના બજાર કરજણ ઓમકાર કોમ્પ્લેક્સમા આવેલ SBI બેંકની આજુબાજુ જ્ગ્યાએ છુપી રીતે વોચ મા રહી સદરી ઇસમોને કોર્ડન કરી ઉભા રાખી દીધેલ અને ત્રણેય ઇસમો ને વારાફરતી નામ – ઠામ પુછતા પકડાયેલ આરોપીઓના નામ ( ૧ ) ઓમપ્રકાશ સુરજીત ચમાર ઉ.વ .૩૪ ધંધો . ડ્રાઇવીંગ હાલ રહે , રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ વડોદરા શહેર મુળ રહે . ( હરીયાણા ) ( ર ) પ્રતાપસિંગ કાસમીરાસિંગ રાજપુત ઉ.વ .૩૦ ધંધો.વેપાર ( રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ ) હાલ રહે.ધર નં . એ -૩૬ સાઇવીલા બંગલોજ આજવા ચોકડી વડોદરા શહેર મુ.રહે.( રાજસ્થાન ) ( ૩ ) અનુપકુમાર વેદપાલસિંગ ચમાર ઉ.વ .૩૧ ધંધો . ડ્રાઇવીંગ હાલ રહે . રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ વડોદરા શહેર મુળ રહે.( હરીયાણા ) ના હોવાનુ જણાવેલ હતું. જે ત્રણેય ઇસમોને અત્રે હાજરી બાબતે પુછતા ગલ્લા – તલ્લા કરી સંતોષકારક જવાબ આપતા ન હોય જેને જીવનનિર્વાહ બાબતે પુછતા કોઇ સાધન હોય જેથી ત્રણેય ઇસમોની વારાફરતી અંગ – ઝડતી કરતા એ.ટી.એમ કાર્ડ કુલ ૩૦ અને સ્માર્ટ ફોન ૦૩ તથા પેટીએમ નુ સ્વાઇપ મશીન અને રોકડા રૂપિયા ૧૭૦૦ મળી આવ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી કરજણ

error: