Satya Tv News

ધ ગ્રેટ ખલીએ કહ્યું કે ભાજપ જોઈન કરીને તેમને સારૂ લાગી રહ્યું છે. તેમને કહ્યું કે કોઈ કદાચ જ એવો દેશ બચ્યો હશે, જ્યાં મેં રેસલિંગ નહીં કરી હોય. પૈસા જ કમાવવા હોત તો અમેરિકામાં જ રહેતો પણ ભારત આવ્યો કારણ કે દેશ પ્રત્યે મારી અંદર પ્રેમ છે.

પહેલવાન ધ ગ્રેટ ખાલી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. WWEના પહેલવાન ખલીને દિલ્હીમાં ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા. ખલી હિમાચલ પ્રદેશના રહેવાસી છે. તેમનું અસલી નામ દલીપ સિંહ રાણા છે. ભાજપ જોઈન કર્યા બાદ ખલીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા.

ધ ગ્રેટ ખલીએ કહ્યું કે ભાજપ જોઈન કરીને તેમને સારૂ લાગી રહ્યું છે. તેમને કહ્યું કે કોઈ કદાચ જ એવો દેશ બચ્યો હશે, જ્યાં મેં રેસલિંગ નહીં કરી હોય. પૈસા જ કમાવવા હોત તો અમેરિકામાં જ રહેતો પણ ભારત આવ્યો કારણ કે દેશ પ્રત્યે મારી અંદર પ્રેમ છે. મેં જોયું કે મોદીના રૂપમાં દેશને સાચા વડાપ્રધાન મળ્યા છે. મને લાગ્યુ કે કેમ દેશમાં રહીને, સાથે જોડાઈને દેશને આગળ લઈ જવામાં યોગદાન આપું. તેમને કહ્યું કે તે વડાપ્રધાન મોદી અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ખલીને પાર્ટીને સામેલ કરીને મોટી સફળતા મેળવી છે. WWE જેવી ઈન્ટરનેશનલ ફાઈટથી પોતાની ઓળખ બનાવી ચૂકેલા પહેલવાન ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલિપ સિંહ રાણાને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ પહેલા પંજાબમાં તેમને આમ આદમી પાર્ટી માટે પણ પ્રચાર કર્યો હતો.

ધ ગ્રેટ ખલીના ભાજપમાં જોડાવાની સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે ગ્રેટ ખલીને તેમના ઈન્સ્ટાગ્રામ અનુસાર ભાજપમાં સામેલ થતા જોઈને સારૂ લાગ્યુ, તેમના પ્રશંસકોને લાગે છે કે તે અસંભવ કામ કરી શકે છે. વડાપ્રધાન મોદી અને તેમની વચ્ચે ઘણા સમાનતા છે.

error: