Satya Tv News

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી પર નજર રાખી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં આજે ફરી કર્ણાટક હિજાબ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ (CJI) NV રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.

error: