Satya Tv News

વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોથી દારૂ કર્યો કબ્જે
મહિલા સહિત બે બુટલેગરોની ધરપકડ
તો ત્રણ બુટલેગરોને કર્યા વોન્ટેડ જાહેર


વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કરા ગામના પીપરી ફળિયામાં રહેતો બુટલેગર અક્ષય મુકેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 155 નંગ બોટલ અને 37 લિટર દેશી દારૂ તેમજ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અક્ષય મુકેશ વસાવા અને પિંકુંબેન વસાવાને ઝડપી પાડી હતી જ્યારે પિઠોર ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

તો આવી જ રીતે વિઠ્ઠલગામના કુખ્યાત બુટલેગર રાહુલ સુરેશ વસાવા વિદેશી દારૂનો મોટાપાયે વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 21 નંગ બોટલ મળી કુલ 2 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો

જ્યારે વાલિયા પોલીસે પિઠોર ગામના તળાવ ફળિયામાં રહેતો બુટલેગર નરેશ ઠાકોર વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 74 નંગ બોટલ મળી કુલ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

વિડીયો જર્નલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: