Satya Tv News

અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા વિના જ પરીક્ષા શરૂ કરી દેવાઈ
Mcom-LLBના વિદ્યાર્થી 30 મિનિટ હેરાન થયા

એલએલબીના ત્રીજા સેમેસ્ટરમાં અને એમકોમના પહેલા સેમેસ્ટરમાં નર્મદ યુનિવર્સિટીએ અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા વિના જ ઓનલાઇન પરીક્ષા શરૂ કરતા વિદ્યાર્થીઓ અડધો કલાક પરેશાન થયા હતા. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, છેલ્લા 3 દિવસથી ઓનલાઇન પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં રોજે રોજ છબરડા થાય છે.

16મીને બુધવારે એલએલબી સેમેસ્ટર 3ની ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટ્યૂટ વિષયની ઓનલાઇન પરીક્ષા હતી. એમાં માત્ર ગુજરાતી મીડિયમનું જ પેપર આવ્યું હતું. જ્યારે અંગ્રેજી મીડિયમનું આવ્યું જ ન હતું. જેથી અમારે ફરિયાદ કરવી પડી હતી. જે પછી 30 મિનિટ બાદ બેસાડી રાખ્યા હતા અને બાદમાં સોફ્ટવેરમાં પેપર અપલોડ કરી પરીક્ષા લેવાઈ હતી. એવી જ રીતે 15મીને મંગળવારે એમકોમ સેમેસ્ટર 1ની એટીકેટીની એફએમએ પેપર-2ની પરીક્ષા હતી. જેમાં પણ માત્ર ગુજરાતી મીડિયમનું પેપર આવ્યું હતું અને અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કરવાનું ભૂલી ગયા હતા. જેમાં પણ અડધો કલાક રાહ જોવી પડી હતી. પેપર અપલોડ થયા પછી પરીક્ષા આપી હતી.

error: