Satya Tv News

આ પક્ષીઓ આકાશમાં મોટા સમૂહમાં સવાર- સાંજ એકસાથે ઉડે છે

મોંઘેરા મહેમાન એવા વૈયા પક્ષી અંકલેશ્વરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપિયન રોઝી સ્ટાર્લિંગ (વૈયા) પક્ષીઓના ઝુંડ ઉડાઉડ જોવા મળી રહી છે. કાબરના કુળનું અને દેખાવે કાબરને મળતું આવતું પક્ષી એટલે વૈયું/ રોઝી સ્ટાર્લિંગ. રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓ આકાશમાં ખૂબ જ મોટા સમૂહમાં સુંદર રીતે વહેલી સવારે અને સમી સાંજે એક લયમાં હવામાં લહેરાતા જોવા મળે છે. પ્રદુષિત નગરી અંકલેશ્વર માં આવા પક્ષીઓ આવે તે આશ્ચર્યની વાત કહેવાય તેમ પર્યાવરણ પ્રેમી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણા એ જણાવ્યું હતું.

વસંત ઋતુ ની પધરામણી થતાં ઉત્તર ભારતના પહાડી-મેદાની વિસ્તારો અને ગુજરાતમાં પણ ઠંડા પવનો ઠંડીનો અહેસાસ કરાવે છે. આ ઠંડી ઋતુમાં દુનિયાના કેટલાક અતિશય ઠંડા પ્રદેશ માંથી અનેક પક્ષીઓ માઇલોના મજલ કાપી અન્ન-પાણી અને અનુકુળ વાતાવરણ દેખાય ત્યાં ઉતરી પડે છે. પક્ષીઓની કેટલી પ્રજાતિઓ ગુજરાતના અંકલેશ્વર શહેર અને ગામ તળાવ, નદી, કેનાલ અને સમુદ્રના છીછરા પાણી પાસે અનુકુળતા પ્રમાણે પડાવ નાખે છે.

ઠંડીની સિઝન શરૂ થતાં અંકલેશ્વર શહેર અને કેટલાક ગામડાંમાં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી જતા હોય છે. ત્યારે પ્રદુષિત નગરી અંકલેશ્વરમાં આવા પક્ષીઓ આવે તે આશ્ચર્યની વાત કહેવાય. વિદેશી પક્ષીઓ પર્યાવરણમાં થયેલા નુકસાનને કારણે તેમાં જલપ્લાવિત વિસ્તાર ઘટતા અને અસંખ્ય વૃક્ષો કપાવાના કારણે સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. વિસ્તારની ક્ષતિને કારણે એવું મનાઈ રહ્યું છે કે યાયાવર પક્ષીઓ ક્યાં રોકાશે, કેટલી સંખ્યામાં રોકાશે તે બાબત પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. – અમિત રાણા, પર્યાવરણ પ્રેમી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર.

error: