Satya Tv News

પર ડ્રોપ મોર ક્રોપ ના ઉપર ખેડૂતોને વિસ્તાર થી સમજ આપવામાં આવી

નર્મદા પિયત મંડળીઓને કાર્યાન્વિત કરી ખેડુતો પોતે નર્મદાના પાણીનો વહીવટ કરવા પહેલ કરે : હર્ષદ એન. પ્રજાપતિ ખેતી અધિકારી કૃષિ વિંગ(સ. સ. ન. ની. લિ.) વડોદરા

નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના નહેર આયોજન અને આલેખન પેટા વિભાગ આમોદ દ્ધારા કોલવણા સરપંચ ના અધ્યક્ષ પદે ખેડૂતોના હીત માં એફ. આઇ. જી. મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.કોલવણા ના જાગૃત ખેડૂતોએ મિટિંગ નો લાભ લીધો હતો.

    ખેડૂતો માં કૃષિલક્ષી જાગૃતિ આવે એ હેતુસર નાયબ કાર્યપાલક ઈજનેર નર્મદા યોજના નહેર આયોજન અને આલેખન પેટા વિભાગ નં.૬ આમોદ દ્ધારા કોલવણા સરપંચ ના અધ્યક્ષ સ્થાને  મિટિંગ યોજવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ ખેતી નિયામક નર્મદા યોજના કૃષિ વિંગ વડોદરા ના ખેડૂતમય હૃદય ધરાવતા ખેતી અધિકારી  હર્ષદ એન. પ્રજાપતિ ઉપસ્થિત ખેડૂતોને સહભાગી સિંચાઇ વ્યવસ્થા અંતર્ગત ખેડૂતો માટે સરકારશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા બનાવેલ નર્મદા પિયત મંડળીને કાર્યાન્વિત કરવા આહવાન કર્યું હતુ. ખેડૂતો એક જૂથ થઈ સહકાર બધ્ધ રીતે લોક ભાગીદાર બને એ માટે વિસ્તૃત સમજ આપી હતી.સાથે ખેડૂતોના હીત માં કામ કરતી સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજનાકીય માહિતી થી ખેડૂતોને વાકેફ કર્યા હતા.ખેતીમાં પોતાની આવક બમણી કરવા સરળ ભાષા માં સમજ આપી હતી.      

આ કાર્યક્રમ માં GGRC વડોદરા ના ભરૂચ જિલ્લા માં નવનિયુક્ત થયેલ જુનિયર ઓફિસર ચેતના કે. વસાવા એ ઉપસ્થિત ખેડૂતોને GGRC દ્વારા ખેડૂતોના હીતાર્થે થતી કામગીરી ની વિશેષ માહિતી પૂરી પાડી હતી.યોજનાકીય સંપૂર્ણ જાણકારી આપવા સાથે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિના ફાયદા બતાવ્યા હતા.તેમજ સરકાર ની GGRC દ્વારા અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ પર ડ્રોપ મોર ક્રોપ અંતર્ગત ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવા માટે નિયત કરેલ ધારા ધોરણો મુજબ આપવામાં આવતી સહાય ની પણ જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં નર્મદા યોજના આમોદ ની પેટા વિભાગીય કચેરીના સેકશન અધિકારી કે ટી પરમાર એ નહેરો અંગે ની વિગતો આપી ખેડૂતો ને સહકાર આપવા આહવાન કર્યું હતુ.કાર્યક્રમ ના અંતે સરપંચ ઝફર ગડીમલે કાર્યક્રમ ની પ્રશંસા કરી હતી.અને ખેડૂત લક્ષી આવા કાર્યક્રમો ફરી થી યોજવા માટે પ્રજાપતિ ને અનુરોધ કર્યો હતો.નહેરોના કામો માટે અને ખાસ નર્મદા પિયત મંડળી ને કાર્યાન્વિત કરવા બાબતે ખેડૂતોને એક જૂથ બની અમલ કરવા વિનંતી હતી. આધુનિક ખેતી તરફ આગળ વધી આર્થિક રીતે સમૃદ્ધ બનવા તરફ પહેલ કરવા ખેડૂતો ને જણાવ્યુ હતુ.કાર્યક્રમ ના અંતમાં વૈશ્વિક મહામારી કોરોના માં અવસાન પામેલ આત્મીય જનોના શાંતિ માટે મૌન પાડી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કોલવણા ગામ ના જાગૃત ખેડૂતો ઉસ્માન માંજરા,યાકુબભાઈ મતાદાર,ઐયુબ દાદાભાઈ,ઇમરાન કારભારી,ઉસ્માન ઘંટીવાલા સહિત ના ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: