Satya Tv News

જંબુસર કાવીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના આવી સામે
ઈસમેં ધર માથી જબરદસ્તીબાઈક ઉપર બેસાડી અજાણી જગ્યા એ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ
દુષ્કર્મ આચયા બાદ સગીરા ને આપી જાણ થી મારી નાખવાની આપી ધમકી
સગીરા ના પિતા એ ફરિયાદ કરતા ચકચાર મચી

જંબુસર તાલુકા ના કાવી પોલીસ મથક ની હદ ના એક ગામ મા રહેતી સગીરા ને ગામ ના જ એક ઈસમે ગામના જ અન્ય ઈસમ ની મદદગારી થી વાલીપણા માથી તેણી ના ધર મા થી જબરદસ્તી થી બાઈક ઉપર બેસાડી અજાણી જગ્યા એ લઈ જઈ દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ સગીરા ના પિતા એ નોધાવતા પંથક મા ચકચાર મચી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના એક ગામ મા નવીનગરી મા રહેતી સગીરા ને ગામ નો જ ઈસમ ગામ ના અન્ય ઈસમ ની મદદગારી થી તેણીના ઘરે જઈ ને જબરદસ્તી થી મોઢુ દબાવી ને બાઈક ઉપર બેસાડી ને અજાણી જગ્યાએ લઈ જઈ ને દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ સગીરા ને કોઈ ને જાણ કરીશ તો મારી નાંખવા ની ધમકી આપતા સગીરા ના પિતા એ કાવી પોલીસ મથક ખાતે વાલીપણા માથી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર તથા તેને મદદગારી કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ઈપીકો કલમ ૩૬૩,૩૭૬(૩),૫૦૬(૨),૧૧૪ તથા પોક્સો એક્ટ ની કલમ ૪,૧૨ મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વડીયા ચલાવી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: