Satya Tv News

સુરતના કતારગામ વિસ્તાર ની ઘટના
પતિએ મોડી રાત્રે પત્ની પર કર્યું ફાયરીગ
અખિલેશ નામના પતિએ પીના નામની પત્ની સાથે પાંચ વર્ષ પહેલાં લીધા હતા છૂટાછેડા
ઇજા ગ્રસ્ત પત્ની સારવાર માટે મોડી રાત્રે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવી

સુરત ના કતારગામ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે પતિથી અલગ રહેતી પત્ની ઉપર આવેલા પતિએ અંધાધૂંધ ફાયરિંગ કરી પત્નીને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો જોકે ફાયરિંગ કરવા સમયે 15 વર્ષની દીકરી ની સામે માતા ઉપર ફાયરિંગ કરતા દીકરીએ પિતા સામે કતારગામ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી તપાસ ધરી છે

કતારગામની એક સોસાયટીમાં મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશનમાં લેવી પડી હતી. 16 વર્ષના લગ્ન જીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું છે.પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો. ફાયરિંગ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: