Satya Tv News

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા

ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું

ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વાતચીત કરી

ASP વિદેશ મંત્રાલયના IFS અધિકારી અશોક કુમાર સાથે વાતચીત કરી

વિધાર્થીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી આશ્વાસન અપાયું

ભરૂચ જિલ્લા તંત્રએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કર્યા છે. જેમાં ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું છે. સાથે જ ભરૂચ ASP વિકાસ સુંડાએ વિધાર્થીઓ માટે વિદેશ મંત્રાલયના IFS અધિકારી અશોક કુમાર સાથે વાતચીત કરી તેઓના પરિવારજનોની સાથે મુલાકાત કરી આશ્વાસન આપ્યું છે.

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભરૂચથી યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા 6 વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધરતા ભરૂચ ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વિદેશ મંત્રાલયના IFS અધિકારી અશોક કુમાર સાથે વાતચીત કરી છે. સાથે જ અધિકારીએ વિધાર્થીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી આશ્વાસન અપાયું છે.

ભરૂચ જિલ્લાના મેડિકલ અર્થે અથવા અન્ય કામ અર્થે ગયેલ વિધાર્થીઓ પર એક નજર કરીએ તો ભરૂચના ભઠીયારવાડ વિસ્તારમાં રહેતા શેખ પરિવારની રૂહિના શેખ, ભરૂચના કોટ પારસી વાડ વિસ્તારમાં રહેતી આયશા શેખ, જંબુસર બાયપાસની નેશનલ પાર્ક સોસાયટીમાંથી સીમા પટેલ નામની વિદ્યાર્થીની પણ યુક્રેનમાં ફસાઈ છે. સીમા રફીક પટેલ પણ મેડીકલના અભ્યાસ અર્થે છેલ્લા 4 વર્ષથી યુક્રેનમાં જ રહે છે. તો સાથે સાથે અંકલેશ્વરનો રોનક પરમાર નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં હાલ ફસાઈ ગયો છે. જ્યારે ભરૂચ શહેરના ખત્રીવાડ વિસ્તારમાં રહેતો હર્ષિલ વંદા પણ હાલ યુક્રેનમાં ફસાયો છે.

તેવામાં ભરૂચ જિલ્લા તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે વિધાર્થીઓનની વતન વાપસી કરે તેવી આશ લગાવીને બેઠા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: