Satya Tv News

કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો

માર્ગ મકાન મંત્રી અને જિલ્લા પ્રભારીના હસ્તે દીપ પ્રાગટય કરી મેળો ખુલ્લો મુકાયો

મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો મેળવ્યા

6 હજાર લાભાર્થીઓમાંથી 4 હજારથી વધુ મહિલાઓ લાભાર્થીએ સ્વાવલંબી બનાવ લાભ મેળવ્યો


ગુજરાત રાજ્યરની વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો – 2022 કે.જે.પોલીટેકનીક ભરૂચ ખાતે માર્ગ-મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.


ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું દિપપ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ સમારંભના અધ્યક્ષ માર્ગ – મકાન વિભાગ ના મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સને-૨૦૧૦માં ગરીબો માટે સરાહનીય કામગીરી શરૂ કરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબન અને સક્ષમ બન્યા છે. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. રાજ્ય સરકાર ધ્વારા ગરીબોને ઓશિયાળાપણામાંથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જન સેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચાડેલ છે. તેમ જણાવી મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત લાભાર્થીઓને મળેલ સાધન સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આર્થિક રીતે સ્વાવલંબિ બનવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે રાજ્યર સરકાર ધ્વારા અમલી કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેવા સેતુ, ખેલમહાકુંભ જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આમ આદમીનું જીવનધોરણ ઊંચુ લાવવાનો સરકાર પ્રયાસ કરી છે.સરકારના ગરીબ કલ્યાણ મેળાથી વચેટીયાની પરંપરા નાબૂદ થઇ છે અને ગરીબોના હકકના નાણાં સીધા જ તેમના હાથમાં આપીને હજ્જારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. આજે મળેલ સાધનોનો સદઉપયોગ કરી ગરીબીમાંથી મુક્તિી મેળવી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા લાભાર્થીઓને અનુરોધ ર્ક્યો હતો.

આજના આ જિલ્લાકક્ષાના ગરીબકલ્યાણ મેળામાં 6317 લાભાર્થીઓને રૂા.20 કરોડ ની સહાયનું વિતરણ માર્ગ-મકાન મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દડક દુસ્યન્ત ભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 12 તબક્કાના જિલ્લા કક્ષા ના ગરીબ કલ્યાણ મેલામાં સૌથી વધુ 4000 મહિલાઓએ સરકારી યોજનાનો લાભ મેળવી સ્વાવલંબન અને સક્ષમ બનવા આગળ આવી લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીએ કૃષિ લક્ષી યોજનાઓ નું ખેડૂતો વધુમાં વધુ લાભ મેળવી રાસાયણિક ખેતી ની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવે તે માટે અપીલ કરી હતી

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,વાગરાના ધાર સભ્ય અરુણસિંહ રણા,પૂર્વ મંત્રી અને અંકલેશ્વર ધારા સભ્ય ઈશ્વરસિંહ પટેલ,જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આતોદરિયા,કલેક્ટર ડો.તુષાર સુમૈરા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી , એસ પી રાજેન્દ્ર સિંહ ચુડાસમા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા બેન પટેલ,ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

બાઈટ : પૂર્ણેશ મોદી – રાજ્ય મંત્રી

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: