Satya Tv News

કિમમાં GIDC માંથી છોડવામાં આવતું દુષિત પાણી

કૃષિ ઉર્જા મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું

સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોટ તાલુકામાં GIDC માંથી છોડવામાં આવતા દુષિત પાણીના મુદ્દે કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

સુરત ભરૂચ જિલ્લાના કલેક્ટર, જી. પી.સી.બી ના અધિકારીઓ,ગામના સરપંચો,ઉદ્યોગોના પ્રતિનિધિ ઓ હાજર રહ્યા અને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં મંત્રી મુકેશ પટેલએ જણાવ્યું હતું કે,કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝ પર્યાવરણને પ્રદૂષિત કર્યા વિના કાર્યરત રહે અને સૌને રોજીરોટી મળતી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે.લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તે રીતે ઔદ્યોગિક એકમો કાર્ય કરે તેવી હિમાયત તેમણે કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારમાંથી ઓલપાડ તાલુકાના દેલાડ ખાતે સીઈપીટી પ્લાન્ટ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યો છે, જે સત્વરે શરૂ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને દરેક ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું હતું.સાયણની આસપાસના વિવિધ ઈન્ડસ્ટ્રીઝોના પ્રમુખોએ પણ પોતાની રજુઆતો કરીને પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી અને જે ફેકટરીઓ પોતાના ETP પ્લાન્ટ ચલાવતા ન હોય તો તેની સામે કાર્યવાહી કરવાની હિમાયત તેઓએ કરી હતી.આ બેઠકમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી, જી.પી.સી.બી.ના અધિકારીઓ, સાયણ આસપાસના ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ

error: