અંકલેશ્વરનો વિધાર્થી યુક્રેનમાંથી અંકલેશ્વર પરત આવશે
રોમાનિયાથી 219 ભારતીય નાગરિકો સાથે મુંબઈની પ્રથમ ફ્લાઈટ ઉપડી
અંકલેશ્વરના વિદ્યાર્થી ક્રિષ્ના પટેલનો સમાવેશ
હેમખેમ પરત ફરી રહ્યા હોવાના સધિયાળાને પરિજનોએ રાહત અનુભવી
અંકલેશ્વરના 2 અને નેત્રંગનો મળી ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હતા યુક્રેનમાં
પરિજનોએ માન્યો જિલ્લા તંત્ર અને સરકારનો આભાર.
યુદ્ધ ગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. જે અંતર્ગત રોમાનિયાથી ૨૧૯ ભારતીય નાગરિકો સાથે મુંબઈની પ્રથમ ફ્લાઈટ ઉપડી ગઇ હતી. જેમાં અંકલેશ્વરના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયા બાદ ભારતીય પરિવારોના અનેક સ્વજનો હેમખેમ ભારત આવી જાય તે માટે ભારત સરકાર ને વિનંતીઓ કરવામાં આવી હતી. સાથોસાથ યુક્રેન માં ફસાયેલા અનેક વિદ્યાર્થીઓએ પણ વિડિયો મેસેજ દ્વારા ભારત સરકાર ની મદદ માંગી હતી.
અંકલેશ્વરના બ્રિજ નગર વિસ્તારમાં આવેલ આદિનાથ સોસાયટીમાં રહેતા મયંકભાઇ પટેલનો પુત્ર ક્રિષ્ના યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયો હતો. તે યુક્રેનના ચેરનીવસ્ટી શહેરની બુકોવિનીયા મેડિકલ યુનિવર્સીટીમાં MBBSના 5માં વર્ષમાં અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીન વેસ્ટ યુક્રેનમાં રોમાનિયા તેમજ પોલેન્ડની બોર્ડર પર આવી છે. યુદ્ધ શરૂ થઈ જતા તેઓ ફસાય ગયા હતા.યુક્રેનની આ યુનિવર્સિટીમાં ક્રિષ્ના સાથે કપિલ સંજ્યકુમાર અમદાવાદી તેમજ હેતશ્રી ભરત ભાઈ પરમાર એમ અભ્યાસ કરે છે. જે પૈકી પ્રથમ યાદીમાં કપિલ ભારત આવવા રવાના થઇ ગયો છે, જ્યારે અન્ય બે વિધાર્થી ક્રિષ્ના અને હેતશ્રી ઉપરાંત નેત્રંગનો પ્રીત ડી.પટેલ ભારત આવવાના ત્રીજા લિસ્ટમાં સમાવેશ થયો હતો.અને તેઓ બસ મારફતે રોમાનિયા પહોંચી ગયા હતા.
આજરોજ ક્રિષ્નાના ઘરે તમામ વાલીઓ પોતાના સંતાનોના હેમખેમ હોવાના અને સુરક્ષિત રીતે પરત ભારત આવી રહ્યાના સમાચાર જાણતા તેમના ચહેરા પર હર્ષની હેલીઓ જોવા મળી હતી.તમામે ભારત સરકાર તેમજ જિલ્લા કલેક્ટરે જે મદદ કરી તે બદલ આભાર વ્યક્ત કરી રહ્યા હતા.
છેલ્લા અઠવાડિયાથી ભારે ચિંતા કરી રહેલા આ વિદ્યાર્થીઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર.