Satya Tv News

ભક્તોમાં આનંદની લાગણી

કોરોનાને કારણે મોફૂક રખાયેલ મહાશિવરાતત્રીનો દેવમોગરાખાતે પાંડોરી માતાનો મેળોહવે ભરાશેએવી જાહેરાત સોસીયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાએ કરતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે શિવરાત્રી મહાઉત્સવ પર સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે ગુજરાત સરકારની કોવીડ ગાઇડલાઈન સાથે મેળો ભરાશે અને આ ત્રણ દિવસ ચાલનાર મેળામાં મંદિર દર્શનાર્થે ૨૪ કલાક ચાલુ રહેશે જેનાથી દર્શનાર્થીઓને તકલીફ ના પડે. જે અંગેની ચર્ચા જિલ્લા તંત્ર સાથે થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના સાગબારાતાલુકામાં દેવમોગરાગામેઆદિવાસીઓની કુળદેવી યાહમોગીમાતાજીના મંદિર ખાતે દરવર્ષેમહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળો ભરાતો આવ્યો છે. પણ આ વર્ષેપણ કોવિડ-૧૯ ની મહામારીનેઅનુલક્ષીને લોકોનું સ્વાસ્થય
અને સલામતી જળવાઇ રહે તેવાઉમદા હેતુથી જાહેરહિતમાં મોકૂફરાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયોહતો. અને મંદિરે દર્શનાર્થે આવનારશ્રધ્ધાળુઓ માટેકોવિડ-૧૯ નીસ્થાયી સુચનાઓ માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનુંચુસ્ત પણે પાલન કરવા દિશાનિર્દેશ અપાયા હતા.
પણબીજી તરફ ભક્તો, શ્રદ્ધાળુંઓની અને આદિવાસી સમાજના આગેવાનોની લાગણી અને માંગણી હતી કે કોરોના ની ગાઈડ લાઈન સાથે જેની સાથેલાખો આદિવાસીઓની શ્રદ્ધા જોડાયેલી છે તે દેવમોગરાનો પાંડોરી માતાનો મેળો ચાલુ રાખવોએવી માંગ થઈ હતીજે અનુંસંધાને સાંસદ મનસુખભાઈ વસાવા આદિવાસીભાઈઓ અને ભક્તોની લાગણીને ધ્યાને લઈશિવરાત્રીએ પાંડોરી માતાનો મેળો ચાલુ રહેશે તેવી સોસીયલ મીડિયામા જાહેરાત કરતા ભક્તોમાં આનંદની લાગણી જન્મી છે.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: