Satya Tv News

ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા

યુક્રેનથી ભરૂચ આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાગત

ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું
રશિયા અને યુક્રેનના ભીષણ યુદ્ધ વચ્ચે ભારતના વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત યુક્રેનથી ભરૂચ આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાગત કરવામાં આવ્યું.


યુક્રેનમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રશિયા અને યુક્રેનના ચાલતા યુદ્ધમાંથી ઓપરેશન ગંગા હેઠળ સુરક્ષિત બહાર કાઢવાના સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચતા કલેકટર કચેરીના સભાખન્ડ માં ઉપસ્થિત જિલ્લાના આગેવાનોના હસ્તે પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: