Satya Tv News

કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે. જેમાં તેઓ ઘાયલ થયા છે.

બીરભૂમ: કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે. જેમાં તેઓ ઘાયલ થયા છે. અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભુબનને છાતીમાં વાગ્યું છે.

ભુબન બડ્યાકરનો અકસ્માત સોમવારે થયો. અત્રે જણાવવાનું કે હાલમાં જ તેમણે કાર ખરીદી છે. તેઓ કાર ચલાવવાનું શીખી રહ્યા હતા અને અકસ્માત થયો. અકસ્માત બાદ કચ્ચા બદામ ફેમ સિંગરને સુપર સ્પેશિયાલિટીમાં દાખલ કરવામાં આવ્યા.

error: