Satya Tv News

આઈપીએલ 2022 લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. દરેક ટીમે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે સુરત શહેરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ચેન્નઈની ટીમ પહેલીવાર સુરત ખાતે પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે અને ત્યાં પ્રેક્ટિસ કરશે.

મહત્વનું છે કે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે.

error: