આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું કે, તે એકદમ ઠિક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને રશિયન સૈનિકની તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે.
વીડિયોમાં દેખાય છે કે, નિરાશ સૈનિક સરન્ડર થયા પછી ઘણાં બદા લોકોથી ઘેરાયેલો છે. તે તેની માતા સાથે વીડિયો કોલથી વાત કરી રહ્યો છે અને સાથે ચા પણ પી રહ્યો છે. આ વીડિયોમાં એક યુક્રેની એવું કહેતા સંભળાય છે કે, ખબર નહીં આ સૈનિક કેમ અહીં છે? જ્યારે બીજો એક યુક્રેની એવુ કહેતો સંભળાય છે કે, આ તેની ભૂલ નથી.