Satya Tv News

ગુજરાત વંદના મ્યુઝિયમના નિર્માણનું આયોજન

એકતા નગર તથા ગરુડેશ્વર તાલુકાના 52 ગામોને હાઇ-સ્પીડ કનેકિટવિટીથી જોડવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિભરી પરિકલ્પના મુજબ સ્ટેચ્યુઓફ યુનિટીતથા તેની આજુબાજુ વિવિધ પ્રવાસન આકર્ષણોના વિકાસ સાથે આ સમગ્ર વિસ્તારનીકાયાપલટ થઇ છે, જેનો મહત્તમ લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતા આ પ્રવાસન સ્થળને ટૂંક સમયમાં જ પ્રવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધી ૭૮ લાખ કરતા વધારે પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે જેનાથી હજારો લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે. એકતા નગર પર્યાવરણની જાળવણી તેમજ સંવર્ધન સાથે વિકાસનાસમન્વયનું પ્રતિક બન્યું છે.

SOU સત્તાધીશો ના જણાવ્યા અનુસાર એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાનીઆધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે.સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા, મહાગુજરાત ચળવળ, રાજ્યના સર્જન અને વિકાસગાથા પ્રત્યે જાગૃતિ લાવવા ગુજરાત વંદના મ્યુઝિયમના નિર્માણનું આયોજન છે.એકતા નગર તથા ગરુડેશ્વર તાલુકાના બાવન ગામોને ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ હેઠળ હાઇ-સ્પીડ કનેકિટવિટીથી જોડવામાં આવશે.એકતા નગર વિકાસની વિવિધ કામગીરીઓ માટે ૬૫૨ કરોડની જોગવાઇકરવામાં આવી છે.

તો નાગરિક ઉડ્ડયનસી-પ્લેન સેવાઓ માટે વોટર એરોડ્રામ અને આનુષંગિક સગવડો વિકસાવવા તેમજદ્વારકા ખાતે નવું એરપોર્ટ વિકસાવવા માટે ૧૯ કરોડની જોગવાઇ કરાઈ છે.તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા રૂટમાં આદિજાતિ વિસ્તારના ધાર્મિક સ્થળોનીસર્કિટમાં સુવિધાઓ વિકસાવવા ૪ કરોડની જોગવાઇ કરવામાં આવીહોવાનું જાણવા મળેલ છે

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

Post Views: 53
Share
     
error: