Satya Tv News

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી

આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લીધા

ડેડીયાપાડાના ધારાસભ્ય આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી.આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા.

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. ડેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો. પાલિકાના ફાયર ફાઈટરો પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, સોના ચાંદી નાં ઘરેણાં, પશુધન અને ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.ઘટનાની જાણ દેડિયાપાડાના ધારા સભ્ય મહેશભાઈ વસાવા ને થતાં આજ રોજ તમામ પરિવારો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ અનાજ ની કિટો તેમજ પૈસા ની સહાય કરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: