પિતા અને દીકરીના સબંધ ને લજવતો કિસ્સો
પરપ્રાંતિય પરિવારની ૧૦ વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચયું દુષ્કર્મ
પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ
દીકરી પર દુષ્કર્મ કરનાર અન્ય કોઈ નહી પણ સગો બાપ બન્યો હેવાન
હવસખોર પિતાએ અન્ય ભાઈ બહેનને બાથરૂમમાં પૂરી દીધા હતા
કિશોરી સાથે બનેલી ઘટનાને લઇને કિશોરીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ
સુરતની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ હવસખોર પિતાએ ફાયદો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદ હવસખોર પિતાએ પોતાની 10 વર્ષની કિશોરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે.એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે.
સુરતના શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે થોડા સમય પહેલા સતત હત્યાની ઘટના બાદ ફરી એક વખત નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે મૂળ નેપાળ રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.આ પરિવારમા ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.10 વર્ષની મોટી દીકરી ઘરમાં એકલી હતી ત્યારે હવસખોર પિતાએ પોતાની દીકરીનો એકલતાનો લાભ લઇને ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી ગયો હતો.જોકે માતા પર કામ પર ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા તે સમયે દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતા પર આભ ફાટ્યું હતું બનાવને પગલે તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરીને કિશોરીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.જ્યાં કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ કિશોરીની તબિયત સાધરણ છે. ઘટનાની જાણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.બનાવને પગલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ હોવાનું સામે આવતા સુરત પોલીસે હવસખોર સગા બાપને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે
મહત્વની વાત એ છે ઘટના બન્યા બાદ હવસખોર પિતા પોતાનું પાપ છુપાવવી કોશિશ કરી હતી.સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા બે વખત તેના પિતા અને મામાં ઘરે જતા દેખાયા બાદ માં ત્રીજી વખત માત્ર પિતા ઘરે જતા દેખાયા હતા.જેથી પોલીસે મામા અને પિતાની રાઉન્ડ અપમાં લીધા હતા ત્યારે પિતાની કડકાઈ થી પૂછપરછ કરતા હવસખોર પિતાએ કબૂલાત કરી હતી મે આ કૃત્ય કરેલ છે અને મારા થી ભૂલ થઇ છે ત્યારે તુરંત પોલીસે આ મામલે હવસખોર પિતાની ધરપકડ કરી લઈને દુષ્કર્મનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
બાઈટ : પ્રવીણ માલ – સુરત નાયબ પોલીસ કમિશનર
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત