Satya Tv News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને માધ્યમિક શાળા બીલોઠી અને ઢેબાર ના સંયુકત ઉપક્રમે તાલિમ અને પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. કૃષિ વૈજ્ઞાનિક દેવેન્દ્ર જે મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કેવીકે દ્વારા કૃષિ માટે ચાલતી વિવિધ પ્રવૃતિઓ તેમજ કિચન ગાર્ડનનું મહત્વ, વિવિધ શાકભાજી ફળ પાકો અને એમાંથી મળતા પોષક તત્વો વિષે માહિતી આપવામાં આવી હતી. પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સાગર ગોમકલે દ્વારા વિદ્યાર્થીઓને કેવીકે ફાર્મની મુલાકાત કરાવી જેમા વિવિધ એકમો ફળપાકોની નર્સરી, ગૌ શાળા , વર્મી કંપોસ્ટ, અઝોલા, પ્રાકૃતિક ખેતી, ઘાસ ચારો અને ખેતીમા વપરાતા વિવિધ યાત્રિક સાધનો વિષે નિર્દશન સાથે જાણકરી આપી હતી.આ તાલીમમાં બિલોઠી શાળાના આચાર્ય યોગેન્દ્રસિહ સામોદરિયાના વડપણ હેઠળ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: