Satya Tv News

લગભગ 3 મહિના સુધી ચાલેલા ઝી ટીવીના સિંગિંગ રિયાલિટી શોની સફર હવે પૂરી થઈ છે. આ શોના ઘણા સ્પર્ધકોને શો પૂરો થાય તે પહેલા જ સિંગિંગ બ્રેક મળી ગયો છે.

‘ઝી ટીવી’ના સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા 2021 વિનર’ને (Sa Re Ga Ma Pa 2021 Winner) આ સીઝનનો ખિતાબ મળ્યો છે. સૌથી વધુ વોટ સાથે પશ્ચિમ બંગાળની(West Bengal) નીલંજના (Neelanjana Ray) આ શોની વિજેતા બની છે. ‘સારેગામાપા’ની ટ્રોફી સાથે, નિલાંજનાને રોકડ પુરસ્કાર તરીકે 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે.

સંગીતના દરેક પડકારનો સામનો કરીને નીલાંજનાને સ્પર્ધા આપનાર રાજશ્રી બાગ અને શરદ શર્માને(Sharad Sharma) શોના પ્રથમ અને બીજા રનર્સ અપ જાહેર કરવામાં આવ્યા હતા. રાજશ્રીને મેકર્સ તરફથી 5 લાખ રૂપિયા જ્યારે શરદ શર્માને 3 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.

સારેગામાપા ટ્રોફી જીત્યા બાદ નીલાંજનાએ કહ્યું,’હું સારેગામાપા 2021 જીતીને ખૂબ જ ખુશ છું અને મારી આ સફરમાં મને જે પ્રશંસા અને પ્રેમ મળ્યો છે તેના માટે હું પ્રેક્ષકોની ખૂબ જ આભારી છું. આ મારા માટે એક એવી ક્ષણ છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું અને હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે આ અદ્ભુત સફરનો અંત આવી ગયો છે. સારેગામાપાનો અનુભવ મારા માટે ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે.’

મને અમારા નિર્ણાયકો, માર્ગદર્શકો પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને આ સફર દરમિયાન અમારા શોના તમામ જ્યુરી સભ્યોએ આપેલો પ્રતિસાદ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે. સૌથી વધુ હું આ પ્લેટફોર્મ પર વિતાવેલ તમામ અમૂલ્ય ક્ષણોને ક્યારેય ભુલી શકીશ નહિ. મારા સાથી સ્પર્ધકોએ પણ મને મદદ કરી છે.અમારા સેટ પરના દરેક લોકો મારા માટે પરિવારના સભ્ય જેવા હતા અને મને મારી જાતને સાબિત કરવાની આ તક આપવા બદલ હું ઝી ટીવીનો આભાર માનું છું.

error: