Satya Tv News

ઝઘડિયાના રતનપોર ગામ નજીક ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત

અકસ્માતમાં 10 કામદારોને નાનીમોટી ઇજા એક કામદારનું રેસ્ક્યુ દરમીયન મોત.

બે કામદારો બસમાં ફસાતા કટર વડે રેસ્ક્યુ કરી બચાવાયા જેમાં એકનું મોત

બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન

ઝઘડીયા GIDCની બિરલા સેન્ચુરી કંપનીનાં કામદારોને નડ્યો અકસ્માત

ઘટના ઝઘડિયા રાજપારડી પોલીસની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા આવી સામે

અકસ્માતને કલાકનો સમય વીત્યો છતાંય પોલીસ જવાનો નહીં આવતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા.

ઝઘડિયાના રતનપૂર ગામ નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીના કામદારોની બસને અકસ્માત નડતા 10 જેટલા કામદારોને ગંભીર ઇજાને પગલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યા રેસ્ક્યુ દરમિયાન એક કામદારનું કરુણ મોત નિપજવા પામ્યું હતુ.

મળતી માહિતી અનુસાર ઝઘડિયાના તાલુકાના રતનપુર ગામ નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીની બસ કંપની ખાતે કામદારોને લઈને પસાર થતી હતી તે વખતે ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ સદર અકસ્માતમાં કંપનીના 10 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદારનું રેસ્ક્યુ દરમિયાન એક કામદારનું કરુણ મોત નિપજવા પામ્યું હતુ.

ઘટના પર વિગતે નજર કરીએ તો ઝઘડિયાના રતનપૂર ગામ નજીક નિર્માણ પામી રહેલ બ્રિજ પાસેથી બિરલા સેન્ચ્યુરી બસનો ચાલક કંપનીમાં કામદાર મોહિની રોહિત, સુરેશ વસાવા, સરસ્વતી વસાવા, દિપક રોહિત, વિક્રમ વસાવા, નૈષદ રોહિત, ધરમ વસાવા, નીરવ વસાવા, જ્યોતિકા પરમાર, રક્ષા વસાવા અને મનીષ રવિદાસ વસાવાને લઇ કંપની ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ધડાકાભેર પિલર સાથે ભટકાય હતી. જેમાં 11 લોકોને ઇજા પહોંચી હતી. જેમના બે કામદારો બસમાં ફસાતા સ્થાનિક રહીશોએ ગેસ કટર વડે બે કામદારોએને કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જેમાં મનીષ વસાવાનું સવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજવા પામ્યું હતુ. જયારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ સમગ્ર ઘટનામાં કલાકો વીત્યા છતાંય સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા સામે આવી હતી. જ્યાં પોલીસની હાજરી નહિવત રહેતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અભાવના કારણે સ્થાનિક રહીશોએ જ ટ્રાફિક હળવો કર્યો હતો. અને ગેસ કટર લાવી બે કામદારોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અનુભવના અભાવે એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો

ખેર મોડે મોડે આવેલ ઝઘડિયા પોલીસે હાલ તો ગુનો નોંધી આગળની વધુ તાપસ હાથ ધરી છે. તો પોલીસની આવી કામગીરી સામે હજારજનોએ ફિટકાર વરસાવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: