સેનેટરી પેડના વિનામૂલ્યે વિતરણ અભિયાનની સરાહના કરી
વડાપ્રધાને મહિલા કાઉન્સિલરને પેડને લગતી કામગીરી વધુ સારી રીતે કરી શકાય તે માટેના સૂચન પણ આપ્યા
ગઇકાલે PM મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ
દેશભરમાં તા.1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી
જનઉપયોગીની થીમ પર ક્રિભકો હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો
જનઉપયોગીની થીમ પર ક્રિભકો હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.જેમાં સુરતના હજીરાના ક્રિભકો ઓડિટોરિયમ ખાતે સુરતના લાભાર્થીઓ, શોપ સંચાલકો વર્ચ્યુઅલી જોડાયા હતા.
જન ઔષધિ દિવસની ઉજવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણને સેવાનું માધ્યમ બનાવનારા ઉર્વશીબેન પટેલ અડાજણ પાલના વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર છે. તેઓ ‘પસ્તીદાનથી પેડદાન સામાજિક અભિયાન શરૂ કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમના દ્વારા દોઢ લાખ કરતાં વધુ મહિલાઓ સુધી સેનેટરી પેડ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી કોરોના કાળ દરમિયાન પણ પેડ મહિલાઓને મળી રહે તેના માટેનું આયોજન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રોત્સાહિત કરતા સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો.. એવું જણાવતાં પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત