Satya Tv News

ભરૂચ હોળિકા દહનની અનેક તૈયારીઓ શરુ થઇ

વૈદિક હોળી માટે ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીક તેમજ પૂજાસામગ્રી વિતરણનો કરાયો પ્રારંભ

ત્રણ ચાર વર્ષથી વૈદિક હોળી પ્રગટાવવાનું મહત્વ વધ્યું

ભરૂચ : સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળીકા પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. હોળિકા દહનની અનેક તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે હાલ ત્રણ ચાર વર્ષથી વૈદિક હોળી પ્રગટાવવાનું મહત્વ વધ્યું છે.

સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવું વૈદિક હોળીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીક તેમજ પૂજાસામગ્રી વિતરણનો પ્રારંભ ભરૂચ જી.આઈ.ડી.સી થી કરવામાં આવ્યો હતો.પ્રથમ સંગઠનના સભ્યો દિલીપસિંહ રાજ, ધવલ કનોજીયા, સંકેત પટેલ, તેમજ ગાયત્રી પરિવારના નીતિનભાઈ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.ત્યારબાદ સ્ટીક તેમજ પૂજાસામગ્રી વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચની સતચેતના પર્યાવરણ સંગઠન તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીક,છાના,તેમજ પૂજાપા સાથેની સંપૂર્ણ કીટ રાહતદરે આપવામાં આવી રહી છે.વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.
વૈદિક હોળીનો કોન્સેપ્ટ છેલ્લા ઘણા વર્ષમાં વધ્યો છે. લોકો આ અંગે જાગૃત થયા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવી લાકડાને બદલે ગૌ-સ્ટીકનો ઉપયોગ કરતા થયા છે.સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા સંપૂર્ણ ભરૂચ શહેર અને જિલ્લામાં વૈદિક હોળી પ્રગટે તેવી લક્ષય લઇ આગળ વધી રહ્યા છે જેથી ભરૂચ જિલ્લાને પ્રદુષણમુક્ત બનાવી શકીએ.સત ચેતના પર્યાવરણ સંગઠનના સંકેત પટેલે જણાવ્યું હતું કે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. લોકો લાકડાને બદલે ગૌ સ્ટીકનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે.લોકો વધુ ને વધુ વૈદિક હોળી પ્રગટાવે જેથી ભરૂચ જિલ્લો પ્રદુષણ મુક્ત બને.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: